મહેસાણા જિલ્લાના વિસનગરમાં ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલના સમર્થનમાં યોજાયેલી ચૂંટણી સભામાં મહિલાઓએ થાળી-વેલણ ખખડાવીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સ્ટેજ પર ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલા ભાષણ શરૂ કરે તે પહેલાં જ 200 જેટલી મહિલાઓએ ‘જય સરદાર’ના નારા સાથે થાળી-વેલણ ખખડાવી વિરોધ કર્યો હતો, આથી સ્થિતિને પારખી રૂપાલા ભાષણ કર્યા વિના સભા આટોપી લઈ ત્યાંથી રવાના થઈ ગયા હતા.
મહિલાઓ પાછળ દોડતા રુપાલાએ ભાગવું પડયું હતું તેમાં તેમની પર પથ્થરમારો પણ થયો હતો. પ્રથમ તબક્કાના મતદાન બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો ભાજપે ગુમાવી દીધા બાદ હવે બીજો તબક્કો પણ હાથમાંથી સરકી રહ્યો છે. ઉત્તર ગુજરાતની 28 બેઠકો પર લોકોનો રોષ ફેલાયેલો જોઈને હવે તેમાંથી બચવું ભાજપ માટે મુશ્કેલ જણાય રહ્યું છે.
ચૂંટણી સભા દરમિયાન વિરોધ કરનારી મહિલાઓને અટકાવવા પ્રયાસ કરાયો હતો, પરંતુ તેમણે વિરોધ ચાલુ રાખ્યો હતો અને ત્યાર બાદ પાટીદારો અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. સામાન્ય પથ્થરમારાની પણ ઘટના બની હતી, જેમાં ભાજપના એક કાર્યકરને માથામાં ઇજા પહોંચી હતી, જેને વિસનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.
વિસનગર બેઠક માટે જ્યારે ઋષિકેશ પટેલનું નામ ઉમેદવાર તરીકે જાહેર કરાયું ત્યારે પણ તેમનો વિરોધ થયો હતો. ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલનના એપિસેન્ટર રહેલા વિસનગરમાં આંદોલનની શરૂઆત વખતે પણ ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી.
ચૂંટણી સભાનો વિરોધ કરનારા કેટલાક લોકોની અટકાયત કરાઈ હતી. જોકે સમગ્ર ઘટના પર વિસનગર ધારાસભ્યે હાલ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું.
મિત્રો આ આર્ટિકલ આપને કેવું લાગ્યું તે મહેરબાની કરી એમને કોમેન્ટમાં જણાવજો…
જેથી અમને ખબર પડે કાંઈ સુધારા-વધારા કરવા પડે તો અમે કરીએ તો પ્લીઝ આપનું મંતવ્ય કોમેન્ટમાં જરૂર જણાવો…
અને આપની પાસે પણ કોઈ હદયસ્પર્શી Story છે જે બધા લોકો સુધી પહોંચાડવા માંગો છો
તો અમને મેસેજ કરો અથવા આ ઇમેલ પર સેન્ડ કરો (ccg.official.info@gmail.com)
અમે પહોંચાડીશું આપની Story બધા લોકો સુધી આપના નામ સાથે આ પેજ પર પોસ્ટ કરીશું
અને આ આર્ટીકલ આપ ને ગમ્યું હોય તો આપના મિત્રો જોડે શેર કરો ધન્યવાદ.
Copyright © TheGujju.Com